Monday, May 6, 2024
HomeGujaratમોરબીના આમરણમા મજુરી કરવાની ના પાડતા બે શખ્સોએ મજુરને ઢીબી નાખ્યો

મોરબીના આમરણમા મજુરી કરવાની ના પાડતા બે શખ્સોએ મજુરને ઢીબી નાખ્યો

મોરબીથી ૩૫ કિ. મી. દૂર આવેલ તાલુકાના આમરણ ગામે પોતાને ત્યાં મજૂરીએ ન આવતા મજુરને બે શખ્સોએ લાકડી વડે માર મારતા બનૈ સામે તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો પોલીસે બનૈને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના આમરણ ગામે રહેતા મજુર રમેશભાઈ મેરૂભાઈ લીબળને રાજ ડાંગર અને પરેશ પટેલે પોતાને ત્યાં મજૂરીએ આવવાનુ કહેતા રમેશભાઈએ ના પાડતા બનૈ શખ્સોએ ગતરાત્રીના તેમના ધરે ધસી જઈને લાકડી વડે ઈજા કરી હતી. તેમજ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસે મજુરની ફરિયાદ પરથી બનૈ સામે કલમ ૩૨૩,૫૦૪,૫૦૬(૨) ૧૧૪ મુજબ ગુનો નોંધી બનૈને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!