Friday, January 3, 2025
HomeGujaratમોરબીમાં વર્ષ ૨૦૧૭ માં થયેલ હત્યામાં ઘટસ્ફોટ! પોલીસે DNA ટેસ્ટ દ્વારા મૃતકની...

મોરબીમાં વર્ષ ૨૦૧૭ માં થયેલ હત્યામાં ઘટસ્ફોટ! પોલીસે DNA ટેસ્ટ દ્વારા મૃતકની ઓળખ કરી:મિત્ર જ હત્યારો નીકળ્યો!

રાજકોટ રેન્જ આઈજી સંદીપ સિંહ દ્વારા વણ ઉકેલ ગુનાઓ અને ગુમ થયેલ વ્યક્તિઓને શોધવાની ખાસ સૂચના તમામ જિલ્લાઓ આપવામા આવે છે. જેમાં મોરબી એસપી સુબોધ ઓડેદરા દ્વારા આપવામાં આવેલી સૂચનાઓ ધ્યાને લઈને પાંચ વર્ષ પહેલાં હત્યા કરાયેલ હાલતમાં મળી આવેલ મૃતદેહની ઓળખ કરી આરોપી મિત્રને મોરબી એસઓજી અને એલસીબી ટીમને પકડવામાં સફળતા મળી છે.

- Advertisement -
- Advertisement -

આ ચોંકાવનારા બનાવની વિગતવાર માહિતી જોવા જઈએ તો મોરબી તાલુકા વિસ્તારમાં જોધપર નદી પાસે વર્ષ ૧૧/૧૦/૨૦૧૭ માં બપોરના ૧૧:૪૫ ના સુમારે અજાણ્યા ઈસમનો મૃતદેહ પડ્યો હોવાની આજુબાજુના રહીશ દ્વારા મોરબી તાલુકા પોલીસ મથકના બીટ જમાદાર એચ.એમ.મકવાણાને જાણ કરાઈ હતી. જેમાં આ યુવાનની બોથડ પદાર્થના ઘા ઝીકી હત્યા કરાઈ હોવાનો પીએમ રિપોર્ટમાં ખુલાસો થતા મોરબી તાલુકા પીએસઆઇ એસ.એ.ગોહિલે ૧૨/૧૦/૨૦૧૭માં હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.તે સમયે આ મૃતક કોણ છે તેની તપાસ પોલીસે કરતા પોલીસને કોઈ કડી હાથ લાગી નહોતી એ જ અરસામાં મોરબી એસપી સુબોધ ઓડેદરા અને પીઆઇ જે.એમ.આલના માર્ગદર્શન હેઠળ એસઓજી પીએસઆઇ પી.જી.પનારાની ટીમના કોન્સ્ટેબલ સતીશ ગરચરને ચાર વર્ષ બાદ જ આ હત્યા નિપજાવનાર અને મૃતકની ખાનગી માહિતી મળી હતી જેમાં એસઓજી ટીમે આ મૃતકના ધ્રાંગધ્રાનો વતની શામજી ખીમભાઈ દલવાડી (ઉ.વ.૩૫ રહે.સોની તલાવડી ધ્રાંગધ્રા) વાળો હોવાનું માલુમ પડતા પ્રથમ પોલીસે ધ્રાંગધ્રા પોલીસ મથકમાં ગુમશુદા નોંધની તપાસ કરી હતી. જેમાં આ ઇસમના પરિવારજનોએ આ શામજી દલવાડી ગુમ થયાની ફરિયાદ નોંધાવી હોવાનું માલુમ પડ્યું હતું બાદમાં પોલીસની ટીમને એક સફળતા હાથ લાગી હતી પરંતુ આમ છતાં પોલીસ માટે આ મૃતક જ શામજી દલવાડી હોય તેવું કહેવું અને પરિવાર જનોને પણ આ આઘાત આપવો યોગ્ય ન લાગ્યો આથી મોરબી પોલીસે શામજી દલવાડી ના DNA અને પરિવાર જનોના DNA મેચ કરવાનું નક્કી કર્યું હતું જે બાદ આ એસઓજી ટીમે મૃતક પરિવાર જનોના DNA ટેસ્ટ કરાવ્યા હતા અને આ ટેસ્ટ મૃતક યુવાનના DNA સાથે મેચ આવતા આ મૃતક શામજી ખીમભાઇ દલવાડી જે ધ્રાંગધ્રામાંથી ગુમ થયો હતો એ હોવાનું પુરવાર થયું હતું અને એસઓજી ટીમે હવે આ આ યુવાનના હત્યારા સુધી પહોચવાની કવાયત કરવાની હતી.

પાંચ વર્ષ જૂની હત્યાનો આરોપી શોધવો મોરબી પોલીસ માટે લોઢાના ચણા ચાવવા જેવી વાત હતી

મોરબીમાં વર્ષ ૨૦૧૭ ના તા.૧૧/૧૦/૨૦૧૭ એટલે કે પાંચ વર્ષ જૂની હત્યા અને મૃતકની ઓળખ ની તટસ્થ તપાસ બાદ આરોપી કોણ છે ? હત્યા કેમ કરાઈ હતી ? હત્યામાં કોણ કોણ સામેલ છે ? આવા અનેક પ્રશ્નોના જવાબ મેળવવાના બાકી હતાં જેમાં આ હત્યા મૃતક શામજી દલવાડી ના જ મિત્રે કર્યા હોવાની માહિતી મળતા પોલીસે પ્રથમ જયેશ ચમનભાઈ રંગાડીયા જાતે દલવાડી (ઉ.વ.૨૫ ધંધો કડીયા કામ રહે.હાલ અમદાવાદ વટવા રોડ સંકલ્પ રેસિડેન્સી મૂળ રહે.સોની તલાવડી પુષ્પા વાટીકા પાસે ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર) વાળાની અટકાયત કરી હતી અને એસઓજી ટીમની તપાસમાં આરોપી જયેશ ભાંગી પડ્યો હતો અને આ શામજી દલવાડીની હત્યાનો પ્લાન ઘડ્યો હતો અને હત્યા નિપજાવી હોવાની ચોંકાવનારી સત્તાવાર કબૂલાત આપી હતી.જો કે આ વાત આટલે થી નહોતી અટકતી પોલીસને આ હત્યા જયેશ એકલાએ જ કરી હોવાની વાત ગળે ઉતરતી નહોતી આથી પોલીસે કડક હાથે પૂછપરછ કરતા જયેશ રંગાડીયા એ પોતે આ પ્લાન મોરબીની ગોકુલનગર સોસાયટીમાં ઘડ્યો હતો અને અન્ય બે ઈસમો સાથે મળી આ હત્યાનું કાવતરૂ ઘડ્યું હતું અને હત્યાને અજામ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, પાંચ વર્ષ બાદ પણ પાપ છાપરે ચડીને પોકાર્યું હતું અને મિત્રે જ મિત્રની હત્યા નિપજાવી હોવાની વાત પરિવારજનોને જાણવા મળતા પરિવાર પણ શોકમાં ગરકાવ થઈ ગયો હતો. મોરબી એસઓજી ટીમે આરોપી મિત્ર જયેશ રંગાડીયાને મોરબી તાલુકા પોલીસને સોંપી આ હત્યાનું તટસ્થ કારણ જાણવા કવાયત હાથ ધરી છે. ત્યારે આ ગુનો ઉકેલવા મોરબી એસપી સુબોધ ઓડેદરા અને ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાય તેમજ એસઓજી પીઆઇ જે એમ આલ, પીએસઆઇ પી.જી.પનારા અને આ હત્યાની ખાસ કડી શોધી લાવનારા પોલીસકર્મી સતીશ ગરચરની મહેનત રંગ લાવી હતી અને પાંચ વર્ષ પહેલાંની હત્યાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી.આ ઉપરાંત એસઓજીના રસિક પટેલ, શેખા મોરી, મહાવીરસિંહ પરમાર, મુકેશ જોગરજીયા, ભાવેશ મિયાત્રા જોડાયા હતા બીજી બાજુ ખાસ સુપરવિઝનમાં એલસીબી પીએસઆઇ એન બી ડાભી અને એલસીબી ટીમે સહકાર આપી આ હત્યાનો ભેદ ઉકેલી યુવાનની હત્યારાને જેલના સળિયા પાછળ ધકેલવામાં સફળતા મળી હતી સાથે મૃતક યુવાન શામજી દલવાડીનાં પરિવારજનોએ પણ મોરબી પોલીસ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!