ધંધુકા ખાતે માલધારી યુવનની હત્યાને લઈને મોરબી સહિત રાજયભરમાં ભારેલો અગ્નિ જેવો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે હત્યારાઓને આકરામા આકરી સજા કારવામા આવે તેવી માંગ સાથે મોરબી આગામી સોમવારે મૌન પદયાત્રા રેલી દ્વારા આવેદનપત્ર આપવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
ધંધુકા ખાતે હિન્દુ માલધારી યુવાન અને ગૌરક્ષક કિશનભાઈ શિવાભાઈ બોળીયા નામના યુવાનની વિધર્મીઓ દ્વારા ઘાતકી હત્યા કરવામાં આવી છે આ પ્રકરણમાં હત્યારાઓને તાત્કાલીક પકડીને ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવી કડકમાં કડક સજા આપવામાં આવે તે માટે મોરબી ખાતે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ-ગૌરક્ષા મોરબી જિલ્લા અને શહેર માલધારી સમાજ દ્વારા મૌન પદયાત્રા રેલી યોજી આવેદનપત્ર આપવામાં આવશે. તા.31 ને સોમવારે સવારે 11:00 કલાકે મોરબીના દરબાર ગઢ ખાતેથી રેલીનો પ્રારંભ થશે જે પુલ ઉપર થઈ નટરાજ ફાટકથી કલેકટર કચેરી ખાતે પહોંચી આવેદન પાત્ર અપાશે. આ કાર્યક્રમમા રબારી સમાજ અને ભરવાડ સમાજ સહિત તમામ સમાજના લોકોને જોડાવા અનુરોધ કરાયો છે.