Tuesday, July 7, 2026
HomeGujaratમોરબીમાં ‘NAKSHA’ પાયલોટ પ્રોજેક્ટનો પ્રારંભ, જમીનના ડિજિટલ રેકોર્ડ થશે વધુ ચોક્સાઈભર્યા

મોરબીમાં ‘NAKSHA’ પાયલોટ પ્રોજેક્ટનો પ્રારંભ, જમીનના ડિજિટલ રેકોર્ડ થશે વધુ ચોક્સાઈભર્યા

આધુનિક જીઓસ્પેશિયલ ટેક્નોલોજીથી મિલકતની સીમા, નકશા અને હકદારીની માહિતી થશે ડિજિટલ: પારદર્શિતા અને વિકાસને મળશે વેગ.

- Advertisement -
- Advertisement -

મોરબી શહેરમાં ભારત સરકારના ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ મોડર્નાઇઝેશન પ્રોગ્રામ (DILRMP) હેઠળ ‘NAKSHA’ પાયલોટ પ્રોજેક્ટનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત આધુનિક જીઓસ્પેશિયલ ટેક્નોલોજી અને ડિજિટલ મેપિંગ દ્વારા જમીન અને મિલકતના રેકોર્ડનું ચોક્સાઈભર્યું ડિજિટાઇઝેશન કરવામાં આવશે, જેથી નાગરિકોને મિલકત સંબંધિત સેવાઓ સરળતાથી મળી રહે અને જમીન વિવાદોમાં ઘટાડો થાય.

મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં ‘NAKSHA’ (National Geospatial Knowledge-based Land Survey of Urban Habitation) પાયલોટ પ્રોજેક્ટનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. ભારત સરકારના ભૂમિ સંસાધન વિભાગના ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ મોડર્નાઇઝેશન પ્રોગ્રામ (DILRMP) અંતર્ગત અમલમાં આવેલા આ પ્રોજેક્ટ દ્વારા જીઓસ્પેશિયલ ટેક્નોલોજી, ડિજિટલ મેપિંગ અને આધુનિક સર્વે સાધનોની મદદથી શહેરના જમીન અને મિલકતના રેકોર્ડને વધુ ચોક્કસ અને પારદર્શક બનાવવામાં આવશે. પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ મિલકત ખરીદી-વેચાણ, વારસાઈ હક, શહેર આયોજન અને વિકાસ પ્રક્રિયામાં ઝડપ અને પારદર્શિતા આવશે તેમજ જમીન સંબંધિત વિવાદોમાં ઘટાડો થવાની સાથે સરકારી યોજનાઓના લાભ મેળવવાની પ્રક્રિયા પણ વધુ સરળ બનશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!