મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક એસ. આર. ઓડેદરાએ આગામી હોળી-ધુળેટીનાં તહેવાર નિમિત્તે મોરબી જીલ્લામાં વિદેશી દારૂની હેરફેર તથા વેચાણની પ્રવૃત્તિ પર અંકુશ લાવવા સારૂ પ્રોહી. ડ્રાઈવ રાખેલ હોય જે અન્વયે એલસીબી ઈનચાર્જ પીઆઈ એન. બી. ડાભીને જરૂરી સુચના કરતા એલસીબી ઈનચાર્જ પીઆઈ તથા સ્ટાફ કાર્યરત હોય દરમ્યાન એલસીબી ટીમના હેડ કોન્સ્ટેબલ ચંદુભાઈ કણોતરા અને કોન્સ્ટેબલ દશરથસિંહ પરમારને ધ્રાંગધ્રાથી સીએનજી રિક્ષામાં મોરબી વિદેશી દારૂનો જથ્થો આવી રહ્યો હોવાની બાતમી મળતા હળવદ હાઇવે ઉપર વોચ ગોઠવી હતી, તે સમયે ઉંચીમાંડલ ગામ નજીક પસાર થતી સીએનજી રીક્ષા નં. જીજે-૨૭-ટીએ-૬૫૩૩ અટકાવી ચેક કરતા અંગ્રેજી દારૂનો જથ્થો બોટલો નંગ-૭૨ (કિં.રૂ. ૨૩,૪૦૦/-) તથા મોબાઇલ ફોન નંગ-૦૧(કિં.રૂ.૫૦૦૦/-) અને રીક્ષા (કિં.રૂ.૫૦,૦૦૦/-) મળી કુલ (કિં.રૂ. ૭૮,૪૦૦/-)ના મુદ્દામાલ સાથે આરોપી ખોડાભાઇ સતાભાઇ બતાળા મળી આવ્યો હતો. તેમજ દારૂનો આ જથ્થો મોકલનાર તરીકે ભરતભાઇ રાજેશભાઇ વરૂ હોવાનું ખુલ્યું છે. મોરબી એલ.સી.બી. એ આ બન્ને આરોપી વિરૂધ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન ધારા હેઠળ ગુનો રજીસ્ટર કરાવેલ છે.