Sunday, December 22, 2024
HomeGujaratનવા મતદારો ઇ-એપિક કાર્ડ મોબાઇલમાં ડાઉનલોડ કરી શકશે

નવા મતદારો ઇ-એપિક કાર્ડ મોબાઇલમાં ડાઉનલોડ કરી શકશે

મોરબીમાં ૧૨૯૫ મતદારોએ ડીજીટલ ચુંટણી કાર્ડનો લાભ લીધો

- Advertisement -
- Advertisement -

મતદારયાદી સુધારણા કાર્યક્રમ-૨૦૨૧ માં નવા નોંધાયેલા યુવા મતદારો ડીજીટલ સ્વરૂપમાં પોતાના ચુંટણી કાર્ડ ડાઉનલોડ કરી શકે તે માટે રાષ્ટ્રીય મતદાતા દિવસે ચુંટણી પંચ દ્વારા ઇ-એપિક એપ લોન્ચ કરાઇ હતી. જે અંતર્ગત યુનિક મોબાઇલ નંબર ધરાવતા નવા મતદારો તેમના મતદાર કાર્ડ http://nvsp.in/, https://voterportal.eci. gov.in તથા Voter Helpline Mobile આ (Android/ios) એપ્લિકેશનમાં ડાઉનલોડ કરી શકશે.

આ ઇલેક્ટ્રોનિક ચુંટણી કાર્ડને ડાઉનલોડ કરીને ડીજીટલી સાચવી શકાશે. કુલ ૮૦૬૫ યુનિક મોબાઇલ નંબર ધરાવતા યુવા મતદારો નોંધાયા છે. જે પૈકી અત્યાર સુધીમાં ૧૨૯૫ મતદારોએ આ કાર્ડ ડાઉનલોડ કર્યા છે. મોરબી મતદાર વિભાગમાં ૫૨૮, ટંકારા મતદાર વિભાગમાં ૫૩૭ તથા વાંકાનેર મતદાર વિભાગમાં ૨૩૦ મતદારનો સમાવેશ થાય છે. મોરબી જિલ્લાનાં દરેક તાલુમાં ઇ-એપિક હેલ્પડેસ્ક ખોલવામાં આવેલ છે. તો જિલ્લાના મતદારોને ચુંટણી પંચ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલી આ સુવિધાનો મહત્તમ લાભ લેવા જિલ્લા કલેકટર અને જિલ્લા ચુંટણી અધિકારી જે.બી.પટેલ દ્વારા અપીલ કરવામાં આવી છે.તેમ નાયબ જિલ્લા ચુંટણી અધિકારી મોરબીની યાદીમાં જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!