પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમ્યાન ધુટુ ગામ પાસે એકટીવા નં. જીજે-૧૩-એએન-૨૧૭૭ શંકાસ્પદ લાગતા તેને રોકી તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની બોટલ નંગ ૦૯ કિંમત રૂ.૨૯૭૦/- મળી આવતા પોલીસે દારૂ તથા એક્ટિવા મળી કુલ કિંમત રૂ.૨૨,૯૭૦/- મુદામાલ કબજે કરી આરોપી હઠીસિંહ પ્રભુભાઈ પઢીયાર(ઉ.વ.૩૦) ને અટક કરવા ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.