Sunday, September 6, 2026
HomeGujaratવાંકાનેરના હોલમઢ જવાના રસ્તે જુગાર રમતા નવ જુગારીઓ ઝડપાયા

વાંકાનેરના હોલમઢ જવાના રસ્તે જુગાર રમતા નવ જુગારીઓ ઝડપાયા

સરહદી રેન્જ ભુજ પોલીસ મહાનિરીક્ષક, મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક તથા નાયબ પોલીસ અધિક્ષક (વાંકાનેર વિભાગ) દ્વારા પ્રોહિબિશન અને જુગારની અસામાજિક પ્રવૃત્તિઓ નાબૂદ કરવા આપેલી કડક સૂચનાઓ અન્વયે વાંકાનેર તાલુકા પોલીસ સર્વેલન્સ ટીમને મોટી સફળતા મળી છે.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર તાલુકા પોલીસ ઈન્સપેક્ટર બી.વી. પટેલની સૂચનાથી સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન બાતમીના આધારે હોલમઢ ગામ તરફ જતા રસ્તે કાબરાનેસની બાજુમાં જાહેર જગ્યા પર ગંજfeપતાના પાના વડે પૈસાની હાર-જીતનો જુગાર રમતા ૯ ઇસમો પર રેઇડ કરવામાં આવી હતી.

પોલીસે ઘટનાસ્થળેથી હોલમઢ ગામના રહેવાસી વિપુલભાઇ પ્રેમજીભાઇ પાડલીયા, મેરામભાઇ બાબુભાઇ પાડલીયા, ગોપાલભાઇ ધુડાભાઇ પાડલીયા, પ્રકાશભાઇ ખોડાભાઇ ચૌહાણ, મુનેશભાઇ બાબુભાઇ પાડલીયા, જયંતીભાઇ જેસાભાઈ પાડલીયા, ગૌતમભાઇ જાદવભાઈ સારલા, મુકેશભાઇ બાબુભાઇ પાડલીયા અને ગોપાલભાઇ અવચરભાઇ સારલા ને ઝડપીબ કુલ રૂ. ૭૦,૦૦૦/- ની રોકડ રકમ તેમજ ગંજીપતાના પાના કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!