વાંકાનેર તાલુકાના માટેલ રીડ ઉપર આવેલ રોલસ્ટાર સિરામિકની ઓફિસમાં રાત્રે લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. મોરબી, રાજકોટ અને વાંકાનેરની કુલ ૭ ફાયર ટીમોએ આગ પર કાબૂ મેળવ્યો હતો, આગની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.
માટેલ રોડ પર આવેલી રોલસ્ટાર સિરામિક નામની ટાઇલ્સ ફેક્ટરીમાં રાત્રે આશરે ૮:૩૦ વાગ્યે ઓફિસના ભાગમાં આગ લાગી હતી. ત્યારે જોત જોતામાં આગ વિકરાળ બનતા મોરબી ફાયર વિભાગના ૫ ફાયર વાહનો દ્વારા આગ બુઝાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આગને કાબૂમાં લેવા રાજકોટ અને વાંકાનેરથી પણ એક-એક ફાયર ટીમ રવાના કરવામાં આવી હતી. ત્યારે સવારે ૫ વાગ્યા સુધીમાં મોરબીના ૫, રાજકોટના ૧ અને વાંકાનેરના ૧ મળી કુલ ૭ ફાયર ફાઇટરની મદદથી આગ સંપૂર્ણપણે બુઝાવી દેવામાં આવી હતી. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.






