મોરબીમાં મકરસંક્રાંતિ નિમિત્તે સિવિલ હોસ્પિટલ મોરબી ખાતે સગર્ભા સ્ત્રીઓ તેમજ એચ.આઈ.વી સાથે જીવતી સગર્ભા સ્ત્રીઓ અને ધાત્રી માતાન માટે ન્યૂટ્રેશન કીટ જેમાં 1 કિલો અડદિયા અને 1 કિલો ખજુરની 100 કીટ વિતરણ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમ માટે પ્રોત્સાહન જી.એસ.એન.પિ.પ્લસ દ્વારા ચલાવવામાં આવતા શ્વેતના પ્રોજેક્ટ ના સ્ટેટ ડાયરેક્ટર સુનિલભાઈ ગોસ્વામી તેમજ પ્રોજેક્ટ મેનેજર નિકીતાબેન રાણા દ્વારા આપવામાં આવેલ હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે ફિલ્ડ કોડિનેટર રાજેશભાઈ લાલવાણી તેમજ પ્રોગ્રામ ઓફીસર પિયુષભાઈ પદમણી દ્વારા જહેમત કરવામાં આવેલ. તેમજ કાર્યક્રમમાં માર્ગદર્શન ટી.ડી.ઓ કમલેશભાઈ પરમાર તેમજ ડિસ્ટ્રિક્ટ સુપરવાઇઝર દિપકભાઈ મકવાણા દ્વારા આપવામાં આવેલ હતું. કાર્યક્રમમાં બહેનો માટે જે કિટ આપવામાં આવેલ તે કીટનું અનુદાન દાતાઓ દ્વારા આપવામાં આવેલ હતું.