માજી ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લેતા જીલ્લા કલેકટર જે.બી.પટેલ ને ખખડાવ્યા
રાજ્યમાં હાલ કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે જેને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ગઈકાલે મોરબી સહિત ૨૦ શહેરોમાં નાઈટ કર્ફ્યૂ ની જાહેરાત કરી છે. તે મુજબ આજ રાત્રે ૮ વાગ્યા થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ અમલમાં આવશે આ રાત્રિ કર્ફ્યૂનો ૩૦ એપ્રિલ સુધી અમલ કરવાનો રહેશે ત્યારબાદ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ આગળનો નિર્ણય કરવામાં આવશે ત્યારે આજરોજ મોરબી જીલ્લા કલેકટર સહિતના અધિકારીઓ દ્વારા મોરબી સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં ગાંધીનગરથી પણ એક અધિકારી મોરબી આવ્યા હતાં. ત્યારે સિવિલ હોસ્પિટલમાં સવલતોને લઈને ભાજપનાં પુર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને જીલ્લા કલેકટર જે.બી.પટેલ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જેમાં કાંતિલાલ અમૃતિયાએ જીલ્લા કલેકટર ને લાખોના કૌભાંડ કરો છો તો સુવિધા કેમ નથી આપતા ,ચોવીસ કલાકમાં વ્યવસ્થા કરો તેવા અનેક આક્ષેપો કર્યા. પુર્વ ધારાસભ્યએ કહ્યું હતું કે મારે ચોપડા પર કાંઈ કામ નથી જોતા મારે ચોવીસ કલાકમાં રીઝલ્ટ જોઈએ છે. હોસ્પિટલમાં બે વોર્ડમાં તાત્કાલિક વ્યવસ્થા ઉભી કરવામાં આવે. મોરબીની જનતાની સેવા અને સ્વાસ્થ્ય માટે હું માજી ધારાસભ્ય તરીકે પુરેપરા તન-મન-ધન થી કામ કરી લોકોને જરૂરી સેવાઓ પુરી પાડવા તૈયાર છું.