Saturday, April 20, 2024
HomeGujaratમોરબી જિલ્લા પંચાયત નવા બિલ્ડિંગનું ઇ-લોકાર્પણ હાલ પુરતા મૌકુફ રખાયું

મોરબી જિલ્લા પંચાયત નવા બિલ્ડિંગનું ઇ-લોકાર્પણ હાલ પુરતા મૌકુફ રખાયું

મોરબી જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા પંચાયત કચેરી બિલ્ડિંગનું નિર્માણ કાર્ય લાંબા સમયથી સંપન્ન થઈ ગયું છે પરંતુ ફર્નિચરના અભાવે નવા જિલ્લા પંચાયત બિલ્ડીંગનું લોકાર્પણ અટકી પડયું છે ત્યારે આવતીકાલે તા.૮ના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે નવનિર્મિત જિલ્લા પંચાયત બિલ્ડિંગનું ઇ-લોકર્પણ કરવામાં આવનાર હતું. જિલ્લા પંચાયતના નવા બિલ્ડિંગમાં પ્રથમ તબક્કે ડીડીઓ, પ્રમુખ અને કારોબારી અધ્યક્ષની કચેરી કાર્યાન્વિત થશે અને બાદમાં અન્ય વિભાગોનું ક્રમશ: અહી જુના ફર્નિચર સાથે સ્થળાંતર કરવામાં આવશે એવું નક્કી કરવામાં આવ્યું હતું નોંધનીય છે કે પહેલા મુખ્યમંત્રી તા.૮ એપ્રિલે મોરબીની મુલાકાતે આવનાર હતા પરંતુ કોરોના મહામારીનાં વધતા સંક્રમણને પગલે હવે માત્ર ઇ-લોકાર્પણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જો કે હાલ પુરતુ આ ઈ-લોકાર્પણ મૌકુફ રાખવામાં આવ્યો છે તેવું અધિક કલેકટર કેતન જોષીએ જણાવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!