Saturday, April 20, 2024
HomeGujaratટંકારા : ઉધાર લીધેલા પૈસા પાછા આપી દિધા હોવા છતા યુવાનને છરી...

ટંકારા : ઉધાર લીધેલા પૈસા પાછા આપી દિધા હોવા છતા યુવાનને છરી બતાવી માર મારી પૈસાની માંગણી કર્યાની ફરિયાદ નોંધાઈ

મારામારીના આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી કૈલાશભાઇ સવજીભાઇ ભાગીયા (ઉ.વ.૩૧, ધંધો-ખેતીકામ, રહે.ગામ મીતાણા પ્રભુનગર, ટંકારા)એ આરોપી જયદિપભાઇ બાબુભાઇ બસીયા (રહે.મીતાણા પ્રભુનગર, ટંકારા) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીએ આરોપી પાસેથી અગાઉ રૂ.૧,૫૦,૦૦૦/- લીધેલ હોય જે પૈસા પાછા આપી દિધા હોવા છતા ગઈકાલે તા.૬ ના રોજ આરોપીએ ફરીયાદી પાસે પૈસાની માંગણી કરી ફરીયાદીને તેનાજ બાઈકમાં બેસાડી સાવડી ગામની સીમમાં લઇ જઇ છરી બતાવી તેમજ બાવળનાં ધોકાથી બન્ને હાથમાં તથા પગમાં તથા શરીરે મુંઢ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ટંકારા પોલીસે આ બનાવની ફરિયાદ પરથી આરોપી વિરુદ્ધ ઈ.પી.કો. કલમ ૩૨૩,૫૦૬(૨) તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!