Friday, August 19, 2022
HomeGujaratમોરબીના રાવળ શેરી અને લાતીપ્લોટ વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી 30 બોટલ દારૂ સાથે...

મોરબીના રાવળ શેરી અને લાતીપ્લોટ વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી 30 બોટલ દારૂ સાથે એક ઝડપાયો, એક આરોપી ફરાર

મોરબીની રાવળ શેરી અને લાતીપ્લોટ વિસ્તારમાં પોલીસે રેઇડ કરી બે આરોપીના રહેણાંક મકાનમાંથી જુદી જુદી કંપનીની 30 બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. આ રેઇડ દરમીયાના લાતીપ્લોટ વિસ્તારમાથી એક આરોપી ઝડપાયો હતો જ્યારે રાવળ શેરી વિસ્તારમાંથી આરોપી નાશી જતા પોલીસે તપાસ હાથ ધરી છે.

- Advertisement -

મોરબીના નવાડેલા રોડ પરની રાવળશેરીમા પોલીસે દરોડો પાડી આરોપી મિલન ભીખાભાઈ મેવાડાના રહેણાંક મકાનમાં આરોપીએ વેચાણ કરવાના ઇરાદે રાખેલ વિદેશી દારૂની એન્ટીક્યુટી બ્લુ અલ્ટ્રા પ્લેટીનીયમ વ્હીસ્કીની બે બોટલ, સીગ્નેચર રેર એજ્ડ વ્હીસ્કીની નવ બોટલ તથા બ્લાઈન્ડર પ્રાઈડ સીલેક્ટ પ્રીમીયમ વ્હીસ્કીની 11 બોટલ મળી કુલ બોટલ નંગ-૨૨ કુલ કિ.રૂ.૧૮૪૩૦ નો મુદામાલ કબ્જે કર્યો હતો. આ રેઇડ દરમિયાન આરોપી ફરાર થતા પોલીસે મિલનને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!