હળવદ પોલીસે ૧૪૬ બોટલ વિદેશી દારૂ અને ૬૮ બિયર ટીન સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો.
હળવદ પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે હળવદ-માળીયા હાઇવે પર અમુલ ફર્નિચરની બાજુમાં આવેલા ખુલ્લા પ્લોટમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં પોલીસે બાવળની કાંટમાં છુપાવેલ વિદેશી દારૂ-બિયરના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી છે.
હળવદ પોલીસ ટીમ નાઈટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હોય ત્યારે બાતમી મળી હતી કે, હળવદના ભવાનીનગર ઢોરામાં રહેતો અર્જુન પ્રવિણભાઈ સીતાપરા ઉવ.૨૪એ હળવદ-માળીયા હાઇવે પર અમુલ ફર્નિચરની બાજુના ખુલ્લા પ્લોટમાં બાવળની કાંટમાં વિદેશી દારૂ વેચાણ માટે સંતાડી રાખ્યો છે. જેથી બાતમીના આધારે પોલીસે ઉપરોક્ત સ્થળે દરોડો પાડતા જ્યાં બાવળની કાંટમાંથી વિદેશી દારૂની અલગ અલગ ક્ષમતા અને બ્રાન્ડની ૧૪૬ નંગ બોટલ તથા બિયરની વિવિધ બે બ્રાન્ડના ૬૮ નંગ ટીન એમ તમામ મુદ્દામાલની કિ.રૂ.૩૧,૦૩૦/-મળી આવ્યો હતો. હાલ હળવદ પોલીસે આરોપી અર્જુન પ્રવિણભાઈ સીતાપરાની અટકાયત કરી તેની વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






