રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તેમજ મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ સી.આઇ.ડી.ક્રાઇમના એડિશનલ ડિરેક્ટર જનરલ અને રેલ્વેઝ ગાંધીનગરની એન.ડી.પી.એસ. ડ્રાઇવ અંગે અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી એસ.ઓ.જી. ટીમે વાંકાનેર તાલુકા વિસ્તારના કાસીયાગાળા ગામની સીમમાં વાવેતર કરેલ ગાંજાના છોડના ૧૨ કિલો ૯૦૦ ગ્રામ ગાંજોના જથ્થા સહિત રૂ.૧,૩૧,૦૦૦/- ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડ્યો છે.
મળતી માહિતી અનુસાર, ઉપરી અધિકારીઓની સૂચના અન્વયે કામગીરી કરવા મોરબી એસ.ઓ.જી.નાં પી.આઇ. એમ પી.પંડ્યાના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. ચાર્ટર મુજબની કામગીરી કરવા એસ.ઓ.જી. સ્ટાફ પ્રયત્નશીલ હોય તે દરમ્યાન એસ.ઓ.જી. પોલીસના હેડ કોન્સ્ટેબલ મુકેશભાઇ જોગરાજીયાને ખાનગી બાતમી મળેલ કે, રમેશભાઇ ઉર્ફે હકો જગાભાઇ ધરાયા (રહે,કાસીયાગાળા તા.વાંકાનેર જી.મોરબી)એ પોતાની મોરથરાના રસ્તે નદીના સામાકાંઠા વાળી વાડીમા ગેરકાયદેસર વનસ્પતિજન્ય ગાંજાના છોડનુ વાવેતર કરેલ છે. જે ચોકકસ હકીકતનાં આધારે સ્થળ પર રેઇડ કરતા રમેશભાઇ ઉર્ફે હકો જગાભાઇ ધરજીયા (રહે, કાસીયાગાળા તા. વાંકાનેર જી.મોરબી) નામનો ઇસમ વનસ્પતીજન્ય માદક પદાર્થ ગાંજાના ૧૭ છોડ કે જેનો વજન ૧૨ કિલો ૯૦૦ ગ્રામ છે. તેની કિંમત રૂ.૧,૨૯,૦૦૦/- હોય જે મુદ્દામાલ સાથે મળી આવતા એન.ડી.પી.એસ.એક્ટ હેઠળ કાર્યવાહી કરી આરોપીને હસ્તગત કરી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે.