મોરબી જીલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરા તથા ડીવાયએસપી રાધિકા ભારાઈ દ્વારા જીલ્લામાં ગેરકાયદેસર હથિયાર રાખતા અસામાજિક તત્વોતત્વોને પકડી પાડવા સુચના કરવામાં આવેલ હોય જે અન્વયે વાંકાનેર તાલુકા પીએસઆઇ આર.પી. જાડેજા, ઢુવા પોલીસ ચોકી ઇન્ચાર્જ પોલીસ હેડ કોન્સ.જશપાલસિંહ ઝાલા, સર્વેલન્સ પો,હેડ કોન્સ. મયુરધ્વજસિંહ જાડેજા તથા પો.કોન્સ.હરીચન્દ્રસિંહ નાઈટ પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમીને આધારે નવા ઢુંવા ગામના ઝાપા પાસેથી આરોપી અશોકભાઇ રતીલાલ અણીયારીયા (ઉ.વ.૩૦, રહે.નવા ઢુવા રામજી મંદીર પાસે) વાળાને ગેરકાયદે પીસ્તલ નંગ-૧ (કિં.રૂ.૧૦,૦૦૦/-), જીવતા કારતુસ નંગ.૧૦ (કિં.રૂ.૧૦૦૦/-),તથા મેગઝીન નંગ-૧ (કિં.રૂ.૫૦૦/-) મળી કુલ કિં.રૂ.૨૧,૫૦૦/-ના મુદામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. આ હથિયાર આરોપીએ વાંકાનેર તાલુકાના લાકડધાર ગામની સીમમાં આવેલ લેમ્પ કારખાનામાં રહેતા અવધેષ ગૌરીશંકરરાય નામના શખ્સ પાસેથી વેચાણથી લીધેલ હોવાનું જણાવતા વાંકાનેર તાલુકા પોલીસ ટીમે હથિયાર આપનાર અવધેષને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.
આ કામગીરીમાં વાંકાનેર તાલુકા પીએસઆઇ આર.પી.જાડેજા, પો.હેડ કોન્સ.જશપાલસિંહ ઝાલા,મેહુલભાઇ ઠાકર, મયુરધ્વજસિંહ જાડેજા, હરીશચન્દ્રસિંહ ઝાલા,જગદીશભાઇ ગાબુ, સંજયસિંહ જાડેજા અને શિવરાજસિંહ વાળા સહિતનાઓ રોકાયેલા હતાં.