Tuesday, December 3, 2024
HomeGujaratમોરબીના કાલિકા પ્લોટમાં દેશી દારૂ ભરેલ રીક્ષા સાથે એક ઝડપાયો, એક ફરાર

મોરબીના કાલિકા પ્લોટમાં દેશી દારૂ ભરેલ રીક્ષા સાથે એક ઝડપાયો, એક ફરાર

મોરબી : બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. ૨૫નાં રોજ મોરબીના કાલીકા પ્લોટમાં બાવા અહેમદશાહ મસ્જીદ નજીક કાયદાના સંઘર્ષમા આવેલ બાળકિશોર હાર્દીક ઉર્ફે પ્રેમલો દીપકભાઇ ગોહેલ પોતાની રીક્ષા નં. જીજે-૦૧-બીએક્સ-૯૭૧૩માં ૧૫૦લી. દેશી દારૂ (કિં.રૂ. ૩૦૦૦) ભરી લઇ જતા ઝડપાયો છે.તપાસમાં આ દેશી દારૂ તેણે એજાજ આમદભાઇ ચાનીયા પાસેથી વેચાણ કરવાના ઇરાદે લીધો હોવાનું ખુલ્યું હતું. મોરબી સીટી એ ડીવીઝન પોલીસે દેશી દારૂનો જથ્થો તથા રીક્ષા મળી કુલ રૂ. ૬૩,૦૦૦નો મુદામાલ કબ્જે કરી બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!