Wednesday, May 15, 2024
HomeGujaratમોરબીના નજરબાગ નજીક બાઇકમાં દેશીદારૂની હેરાફેરી કરતા એક ઈસમ ઝબ્બે

મોરબીના નજરબાગ નજીક બાઇકમાં દેશીદારૂની હેરાફેરી કરતા એક ઈસમ ઝબ્બે

મોરબી-૨માં આવેલ નજરબાગ નજીક બાઈક ઉપર બાચકામાં દેશીદારૂ લઇ તેનું વેચાણ કરતા એક શખ્સને ઝડપી લઇ દેશીદારૂનો જથ્થો તથા બાઈક જપ્ત કરી આરોપી વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહી. એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી મુજબ મોરબી બી ડિવિઝન પોલીસ ટીમ સામાકાંઠા વિસ્તારમાં આવેલ નજરબાગ નજીક પેટ્રોલિંગમાં હોય ત્યારે ગાંધી સોસાયટી થી બૌધ્ધનગર જવાના રસ્તે એક ઈસમ બાઇકમાં પ્લાસ્ટિકનું બાચકું લઇ શંકાસ્પદ હાલતમાં ઉભો હોય જેથી તેની તલાસી લેતા બાચકામાંથી દેશીદારૂની ૨૦ નંગ પ્લાસ્ટિકની પોટલીમાં કુલ ૧૦ લીટર દેશીદારૂ મળી આવતા આરોપી મુકેશભાઇ રવજીભાઇ ભંખોડીયા ઉવ.૩૯ રહે-બૌધ્ધનગર શેરી નં.૩ મોરબી-૨ ની અટક કરી હતી. આ સાથે દેશીદારૂની હેરાફેરીમાં ઉપયોગ લેવાયેલ હીરો કંપનીનું સ્પ્લેન્ડર રજી.જીજે-૩૬-કે-૫૮૧૯ બાઈક કબ્જે કરી પકડાયેલ આરોપી વિરુદ્ધ મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહી. હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!