અકસ્માતનાં આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર સલીમભાઈ ભીખુભાઈ રાઉમાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૫નાં રોજ રાત્રીનાં અગીયારેક વાગ્યાનાં સુમારે આરેપી ટ્રક નં. જીજે-૧૨-એયુ-૮૩૫૩ નો ચાલક પોતાને ટ્રક પુરઝડપે ગફલતભરી રીતે ચલાવી ફરિયાદીનાં પિતા ભીખુભાઈ હમીરભાઈ રાઉમા(ઉ.વ.૫૦) તેમનો ટ્રક નં. જીજે-૧૨-ઝેડ-૧૬૦૬ ઉભો રાખીને હવા ચેક કરતાં હોય દરમ્યાન આરોપીએ પોતાનો ટ્રક ફરિયાદીનાં પિતાનાં ટ્રક પાછળ ભટકાડતા ફરિયાદીનાં પિતા ટ્રકનાં ટાયરમાં આવી જતાં તેને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું મોત નિપજ્યું હતું. બનાવની ફરિયાદનાં આધારે હળવદ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.