વાંકાનેર-કુવાડવા રોડ પર કલાવડી ગામના પાટિયા નજીક બે મોટરસાઇકલ વચ્ચે અકસ્માત સર્જાતા એક બાઇકચાલકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
અકસ્માત અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ગત તા.૦૪/૦૯ના રોજ કલાવડી પાટિયા નજીક જીજે-૦૩-ડીજે-૮૮૦૩ નંબરના મોટરસાઇકલ પર જતા છત્રસિંહ જશવંતભાઇ પરમાર ઉવ.૩૭ રહે. જવાહર સોસાયટી આંબેડકરનગર થાનગઢ વાળાને સામેથી પુરઝડપે આવતા જીજે-૦૩-એલએસ-૭૯૫૮ નંબરના મોટરસાઇકલ સાથે ટક્કર થતાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ તાત્કાલિક ઇજાગ્રસ્ત મોટર સાયકલ ચાલક છત્રસિંહને સારવાર અર્થે રાજકોટ સરકારી હોસ્પિટલમાં ખસેડતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે મૃતકના માતા રતનબેને આરોપી જીજે-૦૩-એલએસ-૭૯૫૮ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા વાંકાનેર તાલુકા પોલીસે બીએનએસ તથા એમવી એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






