Thursday, September 10, 2026
HomeGujaratઆંદરણા ગામે ઘર બહાર પાર્ક કરેલ બાઇકની ચોરી

આંદરણા ગામે ઘર બહાર પાર્ક કરેલ બાઇકની ચોરી

આંદરણા ગામે દાદાના ઘર બહાર શેરીમાં હેન્ડલ લોક મારી પાર્ક કરેલ સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઇકલ અજાણ્યો તસ્કર ચોરી કરી ગયો હોવાની મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

મોરબીમાં મહેન્દ્રનગર ક્રાંતિજ્યોત પાર્ક સોસાયટી બી-વિંગ બ્લોક નં.૬૦૨માં રહેતા મૂળ મોરબી તાલુકાના આંદરણા ગામના વતની સાવનભાઈ પ્રકાશભાઈ સંઘાણી ઉવ.૨૧ની માલિકીના હીરો સ્પ્લેન્ડર પ્લસ રજી.નં. જીજે-૩૬-બીસી-૫૭૧૧ વાળું મોટર સાયકલ તેમના દાદા શિવાભાઈ સંઘાણી ઉપયોગ કરે છે, ત્યારે ગત તા.૦૬/૦૯ના રોજ શિવાભાઈએ ઉપરોકત મોટર સાયકલ આંદરણા ગામે મકાન બહાર શેરીમાં હેન્ડલ લોક મારી પાર્ક કર્યું હતું. જ્યાંથી કોઈ અજાણ્યો શખ્સ બાઇક ચોરી કરી ગયો હતો. જે બાદ આસપાસ શોધખોળ કરવા છતાં બાઇક મળી ન આવતા પ્રથમ ઈ-એફઆઈઆર બાદ મોરબી તાલુકા પોલીસ મથકે રૂબરૂ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વાહન ચોર વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!