Tuesday, November 26, 2024
HomeGujaratમાળીયા(મી)ના હરીપર ગામ નજીક બે ટ્રકના અકસ્માતમાં એકનું મોત

માળીયા(મી)ના હરીપર ગામ નજીક બે ટ્રકના અકસ્માતમાં એકનું મોત

માળીયા(મી) કચ્છ નેશનલ હાઇવે ઉપર આવેલ હરીપર ગામ નજીક પુરપાટ ઝડપે આવતું ટ્રક ટ્રેઇલર ડિવાઈડર ટપીને સામેથી આવતા અન્ય ટ્રક સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં ટ્રકના ચાલકને નાના મોટી ઈજાઓ પહોંચી હતી જયારે સાથેના કંડકટરને માથામાં અને છાતીના ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે તેનું મૃત્યુ નીપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

સમગ્ર અકસ્માતની મળતી માહિતી અનુસાર ગાંધીધામના ગળપાદર ખાતે આવેલ વિશાલ લોજીસ્ટિકની ટ્રક કન્ટેઈનર ચલાવતા મૂળ બિહારના વતની હાલ મુન્દ્રા અદાણી વીલ માર્ટમાં રહેતા વિક્રમકુમાર રામપ્રવેશ સીંગએ માળીયા(મી) પોલીસ મથકમાં ટ્રક ટ્રેઇલર રજી. જીજે-૨૭-ટીટી-૩૭૨૮ના આરોપી ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે ફરિયાદી વિક્રમકુમાર અને તેની સાથે કંડક્ટરમાં એસ.ભવાની દુર્ગાસીંગ ગત તા.૦૭/૦૫ ના રોજ થાનગઢથી કસ્ટમનો માલ કન્ટેઇનરમાં ભરી મુન્દ્રા જવા માટે નીકળેલ ત્યારે ટ્રક ટ્રેઇલર રજી. નં. જીજે-૨૭-ટીટી-૩૭૨૮ના ચાલક પોતાનો ટ્રક પુરપાટ ઝડપે ગાંધીધામ તરફથી ચલાવી આવતો હોય જે ટ્રક ટ્રેઇલર રોડ વચ્ચેનું ડિવાઈડર ટપીને સામેની સાઈડમાં એકદમ આવી જતા સામેથી આવતા ટ્રક કન્ટેઇનરના કંડક્ટર સાઈડમાં જોરદાર ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં ટ્રક ટ્રેઇલર દ્વારા એટલી જોરદાર ટક્કર મારી કે ટ્રક કન્ટેઇનર ડિવાઈડર ટપીને સામેની સાઈડમાં જતું રહ્યું હતું. ત્યારે અકસ્માતમાં ટ્રક કન્ટેઇનર ચાલક વિક્રમકુમાર સીંગને હાથ-પગમાં તથા માથામાં ઈજાઓ પહોંચી હતી જયારે કંડક્ટર એસ.દુર્ગાસીંગ ઉવ.૨૨ને માથામાં અને છાતીમાં ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર માટે પ્રથમ માળીયા(મી) સરકારી હોસ્પિટલ બાદ મોરબી ત્યાંથી રાજકોટ રીફર કરેલ જ્યાં ડોક્ટરે જોઈ તપાસી એસ.દુર્ગાસીંગને મૃત જાહેર કર્યો હતો. ત્યારે સમગ્ર અકસ્માતના બનાવની વિક્રમકુમાર દ્વારા માળીયા(મી) પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે આરોપી ટ્રક ટ્રેઇલરના ચાલક સને ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!