Friday, January 10, 2025
HomeGujaratમાળીયા-હળવદ હાઈવે પર માણાબા નજીક ટ્રક અને આઈસર વચ્ચે અકસ્માત, એકનું મોત

માળીયા-હળવદ હાઈવે પર માણાબા નજીક ટ્રક અને આઈસર વચ્ચે અકસ્માત, એકનું મોત

બનાવની માળીયા (મી.) પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે માળીયા-હળવદ સ્ટેટ હાઇવે રોડ માણાબા ગામની સીમ પાસે આરોપી જુજારામ દેદારામ ચૌધરી (ઉ.વ.૨૪) એ પોતાનાં હવાલા વાળુ ટ્રક ટ્રેઈલર નં. જીજે-૧૨-બીએક્સ-૯૫૯૯ પુરઝડપે બેફિકરાઈથી ચલાવી આઈસર નં. જીજે-૨૩-વાય-૯૨૩૦ ને ભટકાડી અકસ્માત સર્જયો હતો. જેમાં આઈસર ડ્રાઈવર રણજીતભાઇ અર્જુનભાઈ પરમાર (ઉ.વ.૨૫, રહે. વડોદ નાની નહેર પાસે શંકરપુરા તા.જી. આણંદ) વાળાને પેટનાં જમણા પડખાનાં ભાગે તથા હાથનાં ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું મોત નિપજ્યું હતું જ્યારે ફરિયાદી સાહેદ ક્લિનરને સામાન્ય મુંઢ ઈજા પહોંચાડી ટ્રક ટ્રેઈલર સ્થળ પર રેઢુ મુકી નાસી છુટ્યો હતો. બનાવ અંગે ક્લિનર અરવિંદભાઈ રાવજીભાઈ મકવાણા (ઉ.વ.૨૯, રહે. નાપાડ, તા.જી.આણંદ) વાળાએ ફરિયાદ નોંધાવતા પોલીસે બનાવ અંગે આરોપી ટ્રક ડ્રાઈવર વિરુદ્ધ ઈ.પી.કો કલમ ૨૭૯,૩૩૭,૩૦૪(અ) તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્ય હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!