Friday, December 27, 2024
HomeGujaratરાજ્યનું એક એવું પોલીસ સ્ટેશન કે જ્યાં પોલીસ મથક પર લખ્યું છે...

રાજ્યનું એક એવું પોલીસ સ્ટેશન કે જ્યાં પોલીસ મથક પર લખ્યું છે શીતળા માં નું નામ !

અનેક મુસીબતોમાં યેન ક્યેન સ્વરૂપે પોલીસને મદદ કરતા શીતળા માતાજીના છે અનેક ભક્તો

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લામાં એક એવું પોલીસ મથક આવેલું છે જે લોકોને રક્ષણ પૂરું પાડતી પોલીસ માટે પણ રક્ષણની દેવી માનવામાં આવી રહી છે આ પોલીસ સ્ટેશન એટલે માળીયા મિયાણા તાલુકા પોલીસમથક. હા, આવુ રાજ્યનું પ્રથમ પોલીસ મથક છે જ્યાં પોલીસ મથક પર જ શીતળા માતાજીનું નામ લખવામાં આવ્યું છે એટલું જ નહીં પોલીસ મથકના પટાંગણમાં આવેલા આ શીતળા માતાજી અનેક લોકોના આસ્થા ના પ્રતિક સમાન છે અનેક લોકો માનતા અને બાધા રાખે છે કહેવાય છે કે આ મંદિરની ધજા ને આંટી ચડે એટલે માળીયા પર આફત આવશે તેવો સંકેત મળી જાય છે અને એ આફત સામે લડવાની શક્તિ માતાજીની પૂજા કરવાથી મળે છે આ શીતળા માતાજી ને માળીયા મિયાણા પોલીસમથકની દેવી તરીકે પોલીસ કર્મીઓ પૂજે છે.

મોરબી જીલ્લામાં એક એવું પોલીસ મથક આવેલું છે જ્યાં માતાજીની પૂજા અર્ચના કરવામાં આવે છે એટલું જ નહીં અહીંયા શીતળા માતાજીની પૂજા અર્ચના કરી જ થાણાં અધિકારી ચાર્જ સંભાળે છે.વર્ષોથી આ શીતળા માતાજી સાથે સંખ્ય લોકોની શ્રદ્ધા જોડાયેલી છે અનેક લોકો માનતા પણ માને છે માળીયા મિયાણા પોલીસમથકમાં આવેલા આ શીતળા માતાજીના મંદિરની ધજા મુશ્કેલી આવે એ પહેલાં જ સંકેત આપી દેતા હોવાનું પણ માનવામાં આવે છે જ્યારે મંદિરની ધજાની આંટી ચડે છે ત્યારે કંઈક મુસીબત આવવાની હોય છે આવું લોકોનું માનવું છે તો બીજી બાજુ માળીયા પોલીસકર્મીઓ પણ આ માતાજીના મંદિર પૂરે પુરી શ્રદ્ધા રાખે છે એટલું જ નહીં માળીયા પોલીસ મથક પર સૌથી પહેલા ઉપર શીતળા માતાજીનું નામ લખવામાં આવ્યું છે ત્યારે લોકો અને પોલીસ માટે આ મુસબીતની દેવી માનવામાં આવે છે માળીયા પહેલા રાજકોટ જિલ્લાનું છેવાળાનો વિસ્તાર ગણવામાં આવતો હતો જે સમયે વાહન મળવા પણ મુશ્કેલ હતા ત્યારે આ માતાજી અનેક લોકોને રસ્તા પણ બતાવ્યા હોવાની લોક ચર્ચાઓ હાલ ચાલી રહી છે ત્યારે આ શીતળા માતાજીનું આ મંદિર માળીયા પોલીસ માટે રક્ષણ જ નહીં શ્રદ્ધા અને આસ્થાનું પ્રતીક માનવામાં આવી રહ્યું છે ત્યારે મોરબી એસપી સુબોધ ઓડેદરા દ્વારા પણ આ મંદિરની શ્રદ્ધા અને આસ્થા માટે દર્શનાર્થીઓ માટે સુવિધાઓ ઉભી કરી છે જેમાં માળીયા મિયાણા પીએસઆઇ નરેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું આ શીતળા માતાજીનું મંદિર 350 થી 400 વર્ષ જૂનું છે અને આ શીતળા માતાજી પ્રત્યે પોલીસ પરિવાર તેમજ અનેક લોકો શ્રદ્ધા અને વિશ્વાસ રાખે છે અનેક લોકો દૂર દૂરથી આ શીતળા માતાજીની બાધા માનતા પુરી કરવા આવે છે અને માળીયા પોલીસ પણ ભક્તોને જરૂરી મદદ કરે છે ત્યારે માળીયા પોલીસ માટે આ શીતળા માતાજી અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ નું પ્રતીક માની તેની પૂજા અર્ચના કરે છે ત્યારે માતાજી પણ માળીયા મિયાણા પોલીસમથકમાં ફરજ બજાવતાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓના આરોગ્યનું ધ્યાન રાખતા હોય તેવો અહેસાસ હરહંમેશ પોલીસકર્મીઓને થતો રહ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!