Thursday, April 25, 2024
HomeGujaratટંકારા : કારચાલકે પ્લેઝરને હડફેટે લેતા મહિલાનું મોત, ફરિયાદ નોંધાઈ

ટંકારા : કારચાલકે પ્લેઝરને હડફેટે લેતા મહિલાનું મોત, ફરિયાદ નોંધાઈ

અકસ્માતનાં આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારાનાં હમીરપર ગામે રહેતા મનસુખભાઈ નાગજીભાઈ ભીમાણી એ આરોપી ફિગો કાર નં. જીજે-૩૬-બી-૪૧૭૭નાં ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૩નાં રોજ બપોરે બારેક વાગ્યાનાં અરસામાં ફરિયાદનાં દિકરી ચારૂલબેન તથા તેની સાથે કામ કરતાં હીનાબેન બંને હિનાબેનનાં પ્લેઝર નં. જીજે-૩૬-એમ-૩૭૪૦ પર હરબટીયાળી ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ફિગો કાર નં. જીજે-૩૬-બી-૪૧૭૭નાં ચાલકે પોતાની કાર પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી હિનાબેનનાં પ્લેઝર સાથે ભટકાડી અકસ્માત સર્જયો હતો જેમાં ફરિયાદીના દિકરીને માથાનાં તથા પગનાં ભાગે ગંભીર ઈજા પહોંચતા તેનું મોત નિપજ્યું હતું જ્યારે સાથેના હિનાબેનને પગમાં ફ્રેકચર જેવી ઈજા પહોંચી હતી. ટંકારા પોલીસે અકસ્માતનાં આ બનાવની ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!