પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. ૨૯નાં રોજ મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમ્યાન મોરબી તાલુકાના મકનસર ગામે મંદિરના ચોકમાં જાહેરમાં વર્લી ફીચરના આંકડા ઉપર પૈસાની લેતી દેતી કરી જુગાર રમી રમાડતા બળવંતભાઈ સવજીભાઈ જંજવાડીયાને રોકડ રકમ રૂ.૨૬૧૦/- સાથે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.