આજ રોજ મોરબી જીલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરાની સુચના અને ડીવાયએસપી રાધીકા ભારાઇ તથા સીપીઆઈ એચ.એન.રાઠોડના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લામાં પ્રોહીબીશન તથા જુગાર ડ્રાઇવ સબબ સુચના થઇ આવેલ હોય જે અનુસંધાને પો.સ્ટે વિસ્તારમાં પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન પોલીસ સ્ટાફ અનાર્મ પો.હેડ.કોન્સ એ. પી.જાડેજા તથા આર્મ્ડ પો. હેડ.કોન્સ કે. જી. ગઢવીને મળેલ સંયુકત ખાનગી બાતમી આધારે ટંકારા તાલુકાના ધુનડા (ખા) ગામે હનુમાનજી ના મંદીર ના ઓટા પાસેથી આરોપી હુસૈનભાઈ આમદભાઈ સોઢા (ઉ.વ. ૪૫ ધંધો. મજુરી રહે. નસીતપર દલીતવાસ તા. ટંકારા જિ. મોરબી) વાળો જાહેરમાં વર્લી ફીચર ના આંકડા રોડ પરથી પસાર થતાં માણસો સાથે નાણાની લેતી દેતી કરી નાણાથી આંકડા લખી/લખાવી નશીબ આધારીત પૈસાની હારજીતનો જુગાર રમાડતા જુગારના સાહિત્ય પોકેટ ડાયરી વલ/ રૂપિયાના આંકડા લખેલી તથા એક બોલપેન મળી કિં.રૂ. ૦૦/- તથા રોકડ રકમ ૧૦,૯૦૫/- ના મુદ્દામાલ સાથે પકડી પાડેલ જેથી મજકુર આરોપી વિરુધ્ધ ટંકારા પોલીસ સ્ટેશન માં જુગારધારા કલમ-૧૨(અ) મુજબ કાર્યવાહી કરેલ છે.
આ કામગીરીમાં પો.સબ.ઇન્સ. બી.ડી.પરમાર તથા સર્વલન્સ સ્કવોડ ના પો.હેડ.કોન્સ નગીનદાસ જગજીવનદાસ નીમાવત તથા અનાર્મ પો.હેડ.કોન્સ વિજયભાઇ નાગજીભાઇ બાર તથા અનાર્મ પો.હેડકોન્સ એ.પી.જાડેજા તથા આર્મ્ડ પો.હેડકોન્સ કિશોરદાન ગંભીરદાન ગઢવી તથા સિધ્ધરાજસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા તથા વિજયભાઇ ખેંગારભાઈ ચાવડા સહિતનાઓ રોકાયેલા હતાં.