વાંકાનેર : બનાવની મળતી માહિતી મુજબ ગઈકાલે તા.૧૯ના રોજ વાંકાનેરમાં જીનપરા જકાતનાકા નજીક મામાદેવના મંદિર પાસે દિપકભાઇ ધીરૂભાઇ બાવરીયાને ગે.કા. નશીબ આધારીત વર્લી ફીચરના આંક લખી જાહેરમાં જુગાર રમતા ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે કુલ રોકડ રૂ.૬૦૦/- જપ્ત કર્યા છે. તેમજ પોલીસે આરોપી દિપક વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી તેની અટક કરી છે.