Saturday, December 28, 2024
HomeGujaratહળવદમાં દંતેશ્વર દરવાજા પાસે જાહેરમાં વર્લી ફિચરનો જુગાર રમતા એક ઝડપાયો :...

હળવદમાં દંતેશ્વર દરવાજા પાસે જાહેરમાં વર્લી ફિચરનો જુગાર રમતા એક ઝડપાયો : એક ફરાર

મળતી માહિતી મુજબ ગઈકાલે તા. ૧૭નાં રોજ હળવદનાં દંતેશ્વર દરવાજા પાસે આરોપી રાજેશભાઇ ઉર્ફે પીન્ટુ પ્રવિણભાઇ પરમાર પોતાના રહેણાંક મકાનની બાજુમાં જાહેરમા વર્લી ફીચરના આંકડાઓ લખી નસીબ આધારીત પૈસાની હાર જીતનો જુગાર રમતો હતો. તેમજ આરોપી રાજેશે આરોપી કરશનભાઇ ઉર્ફે હકી વાઘજીભાઇ ઉડેસા પાસે કપાત કરાવી હતી. પોલીસે રેઇડ દરમ્યાન વર્લી ફીચરનું સાહીત્ય તથા રોકડ રૂપીયા ૯૫૦/- મળી કુલ કિં.રૂ. ૯૫૨/- નો મુદામાલ કબ્જે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી આરોપી રાજેશની અટકાયત કરી છે તેમજ આરોપી કરશનને પકડવા તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!