બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકા પોલીસ સ્ટાફ ગઈકાલે પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન વાંકાનેરના માટેલ ગામ દશામાના મંદીર પાસે પોલીસે થેલીમાં ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની ૭૫૦ એમ.એલ.ની ૫૦-૫૦ ટ્રીપલ એકસ રમ ફોર સેલ ઇન રાજસ્થાન ઓનર્લી લખેલ કંપની શીલ પેક બોટલ નંગ-૧ કિ.રૂ.૩૦૦ ની સાથે નીકળેલા આરોપી લાલજીભાઇ ટીશાભાઇ સરાવાડીયા (ઉ.વ-૨૨ ધંધો-વેપાર રહે-માટેલ ધરા પાસે માટેલ તા-વાંકાનેર) ને ઝડપી લીધો હતો. પોલીસે આરોપી સામે પ્રોહી.એકટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.