મોરબી : સ્વરાજની ચૂંટણીના અનુસંધાને એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમ સતત પેટ્રોલિંગમાં છે ત્યારે આજે એલસીબી પીઆઇ વી.બી.જાડેજાની ટીમના પો.હેડ કોન્સ, જયવંતસિંહ ગોહીલ તથા પો.કોન્સ. ભરતભાઇ મિયાત્રાને ખાનગી બાતમી મળેલ કે મોરબી-વાંકાનેર ને.હા.રોડ રફાળેશ્વર ચોકડી પાસે એક ઇસમ પેન્ટના નેફામાં પીસ્તોલ રાખી ઉભેલ છે. જેને પગલે પોલીસ ટીમ રફાળેશ્વર ચોકડી નજીક દોડી જતા ભુદેવ પાન નજીક સર્વીસ રોડ ઉપર ઉભેલ મીલનભાઇ રસીકભાઇ રામોલીયા (ઉ.વ. ૨૧ રહે. હાલ વરાછા વિસ્તાર, શ્રીજી સોસાયટી સુરત શહેર મુળ ગામ શાપર તા. બગસરા જી.અમરેલી) વાળાની તલાસી લેતા તેના કબ્જામાંથી પિસ્તોલ નંગ-૦૧ કિં.રૂ.૧૦,૦૦૦/- નો મુદામાલ મળી આવતા આરોપીને પકડી પાડી તેની વિરૂધ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એકટ હેઠળ ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

આ સફળ કામગીરી એલસીબી પીઆઇ વી.બી.જાડેજા, પો.હેડ કોન્સ. દિલીપભાઇ ચૌધરી, સંજયભાઇ મૈયડ, ચંદુભાઇ કાણોતરા,પૃથ્વીરાજસિંહ જાડેજા, જયવંતસિંહ ગોહીલ, સહદેવસિંહ જાડેજા, પો.કોન્સ. ભગીરથસિંહ ઝાલા, ભરતભાઇ મિયાત્રા, વિક્રમભાઈ કુગશીયા વગેરેએ કરેલ છે.









