Wednesday, December 4, 2024
HomeGujaratટંકારાના જયનગર ગામ નજીક દેશી દારૂ ભરેલ રીક્ષા સાથે એક ઝડપાયો

ટંકારાના જયનગર ગામ નજીક દેશી દારૂ ભરેલ રીક્ષા સાથે એક ઝડપાયો

બનાવની મળતી માહિતી મુજબ ગઈકાલે તા.૨૪ નાં રોજ ટંકારા પોલીસ ટીમ ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ કે એક અતુલશકિત ડીઝલ રીક્ષા નં. જીજે-૩-ડબ્લ્યુ-૨૦૮૮નો ચાલક જયનગર ગામ થઇ ઓટાળા ગામે દેશી દારૂ નાખવા જવાનો છે. આ હકિકત રૂપી બાતમી આધારે ટંકારા પોલીસ સ્ટાફે જયનગર ગામના પાટીયા પાસે વોચ ગોઠવી હતી ત્યારે આ નંબરવાળી રીક્ષાનો ચાલક સુરેશભાઇ ઉર્ફે ગેડીયો અમરશીભાઇ ઉર્ફે ગતુરભાઇ સોલંકી (ઉ.વ.૩૫, રહે.કોટડા નાયાણી મઢ પાસે, તા. વાંકાનેર)ને રીક્ષામાં ભરેલ દેશી દારૂ લી. ૨૫૦ (કિ.રૂ. ૫૦૦૦) તથા અતુલ શકિત રિક્ષા (કિ.રૂ. ૫૦,૦૦૦) મળી કુલ રૂપિયા ૫૫,૦૦૦નાં મુદામાલ સાથે ઝડપી પાડી રીક્ષાચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!