Wednesday, January 15, 2025
HomeGujaratહળવદમાં કંટ્રકશનની ઓફિસમાંથી વિદેશી દારૂ સાથે એક ઝડપાયો

હળવદમાં કંટ્રકશનની ઓફિસમાંથી વિદેશી દારૂ સાથે એક ઝડપાયો

હળવદ પોલીસે ગઈકાલે બાતમીના આધારે હળવદમાં કે.કે.કંટ્રકશન નામની દુકાનમાંથી વિદેશી દારૂની બોટલો સાથે એક આરોપીને ઝડપી લીધો હતો.જ્યારે બીજો આરોપી ફરાર થઈ ગયો હતો.

- Advertisement -
- Advertisement -

હળવદ પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે હળવદના દિવ્યપાર્ક-૨ બહાર રોડ પર આવેલ કોમ્પલેક્ષમાં કે.કે.કંટ્રક્શન નામની દુકાનમાં રેઇડ કરી આ કે.કે.કંટ્રકશન નામની દુકાનમાંથી એક વાદળી કલરનો ઓપો કંપનીનો F9 Pro મોડેલનો મોબાઇલ જેની કિં.રૂ.૫૦૦૦ તથા અલગ અલગ બ્રાન્ડની વિદેશીદારૂની બોટલો નંગ-૦૭ કિં.રૂ.૫૭૪૦/- તેમજ ચપલા નંગ-૩૧ કિં.રૂ.૩૧૦૦ મળી કુલ કિં.રૂ.૧૩,૮૪૦ ના મુદામાલ સાથે આરોપી દુકાનદાર ખેંગારભાઇ રામજીભાઇ કલોતરાને ઝડપી લીધો હતો.જ્યારે આ આરોપીને વેચાણ માટે દારૂ આપનર બુટલેગર ફીરોજભાઇ ઇસાભાઇ મીંયાણાનું નામ ખુલતા પોલીસે તેને પણ ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!