Friday, July 24, 2026
HomeGujaratમોરબીના ધરમપુર-ટીંબડી બ્રિજના ચાલુ કામે ડાયવર્ઝન પર પાણી ફરી વળ્યા: વૈકલ્પિક માર્ગ...

મોરબીના ધરમપુર-ટીંબડી બ્રિજના ચાલુ કામે ડાયવર્ઝન પર પાણી ફરી વળ્યા: વૈકલ્પિક માર્ગ તરીકે નેશનલ હાઇવે તરફથી જવા તંત્રની અપીલ

મોરબી જિલ્લામાં સાર્વત્રિક વરસાદના કારણે સાવચેતીના પગલારૂપે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા નાગરિકોની સુરક્ષા અર્થે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મોરબી નજીક ધરમપુર-ટીંબડી બ્રિજનું નિર્માણ કાર્ય પ્રગતિ હેઠળ હોય, ત્યાં બનાવવામાં આવેલા કામચલાઉ ડાયવર્ઝન ઉપરથી પાણીનો ભારે પ્રવાહ શરૂ થવાના કારણે હાલ આ રસ્તો તમામ પ્રકારના વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

નાગરિકો તથા વાહનચાલકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે તંત્ર દ્વારા નેશનલ હાઇવે તરફથી વૈકલ્પિક ડાયવર્ઝન માર્ગ આપવામાં આવ્યો છે.

મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ વાહનચાલકોને સુરક્ષાના નિયમોનું પાલન કરવા, બંધ કરાયેલા માર્ગ પર સાહસ ન કરવા અને નેશનલ હાઇવે તરફના આપેલા નિર્ધારિત ડાયવર્ઝનનો જ ઉપયોગ કરવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!