20 માર્ચ WorldralHealthDay નિમિતે મોરબી ભાજપના ડૉક્ટર સેલ અને યુવા મોરચાના કાર્યકર્તાઓ દ્વારા ઓરલ કેન્સર ડિટેક્શન અને ઓરલ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે જિલ્લા ભરમાં કુલા આઠ સ્થળોએ નિષ્ણાત તબીબોની ટિમ દ્વારા સેવા આપવામાં આવી હતી. જેનો મોરબીવાસીઓએ લાભ લીધો હતો આ તકે લોકોને ઓરલ હેલથ પ્રત્યે જાગૃત કરી ‘સેવા એજ સંગઠન’ને સાચા અર્થમાં સાર્થક કરવામાં આવ્યુ હતું જેને અગ્રણીઓએ બિરદાવ્યું હતું.