તા. ૧૦ ઓક્ટોબરે ૧૨ કલાકની અખંડ રામધૂન સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે: ૧૨૫ બાળકો લેશે ભાગ.
મોરબીના લીલાપર રોડ ખાતે આવેલા શ્રી શાંતિધામ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત વિદ્યુત સ્મશાનગૃહ ખાતે ચાલી રહેલી રામધૂનને એક વર્ષ પૂર્ણ થતાં તા. ૧૦ ઓક્ટોબર શનિવારે શ્રી રામધૂન વાર્ષિકોત્સવ મહા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં ૧૨ કલાકની અખંડ રામધૂન, દીપ પ્રાગટ્ય, ૧૨૫ બાળકોનો સાંસ્કૃતિક કાર્યક્રમ તથા મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાશે.
શ્રી શાંતિધામ ચેરીટેબલ ટ્રસ્ટ-મોરબી દ્વારા લીલાપર રોડ ખાતે આવેલા શ્રી રામધૂન સત્સંગ હોલમાં શ્રી રામધૂનને સતત એક વર્ષ પૂર્ણ થયાની ઉજવણીના ભાગરૂપે તા. ૧૦/૧૦/૨૦૨૬ને શનિવારના રોજ શ્રી રામધૂન વાર્ષિકોત્સવ મહા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. મોક્ષધામ ધૂન મંડળ દ્વારા ૧૨ કલાકની અખંડ રામધૂનનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે ૮:૩૦ કલાકે શિશુ મંદિરના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે, જેમાં ૧૨૫ જેટલા બાળકો ભાગ લેશે. પ્રમુખ તથા ટ્રસ્ટીગણ દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવશે. કાર્યક્રમ દરમિયાન બપોરે ભોજન તથા કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મહાપ્રસાદની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે.
શ્રી શાંતિધામ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ પ્રવીણભાઈ યુ. ભાલોડિયા તથા ટ્રસ્ટીગણ દ્વારા આ ધાર્મિક અને સાંસ્કૃતિક આયોજનમાં ઉપસ્થિત રહેવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. પ્રસાદના દાતા તરીકે મુળજીભાઈ ડાયાભાઈ કુંડારીયા અને ધોડાસરા માધવજીભાઈ હરિભાઈ સહભાગી થઈ સહયોગ આપ્યો છે.






