રાજ્યના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સચિવે અખબારી યાદી પ્રસિદ્ધ કરી જણાવ્યું છે કે તા ૦૧ એપ્રિલના રોજ બોર્ડના સંયુક્ત નિયામકના હોદા અને સહીથી ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની પરીક્ષાની તારીખો અંગે વોટ્સએપ અને અન્ય સોશ્યલ મીડિયામાં કોઈ અજાણ્યા ઈસમ દ્વારા પરીક્ષાની તારીખમાં ફેરફાર કરીને બનાવટી અખબારી યાદી વાયરલ કરી રાજ્યના વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષણ સંસ્થા સાથે જોડાયેલા તમામ કર્મચારીઓને ગેરમાર્ગે દોરવાનો નિંદનીય પ્રયાસ કર્યો છે. ત્યારે બોર્ડ દ્વારા મેં ૨૦૨૧માં યોજાનાર બોર્ડની જાહેર પરીક્ષાના કાર્યક્રમની તારીખમાં કોઈ જાતનો ફેરફાર કરવામાં આવ્યો નથી. એટલે કે ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષા તેના અગાઉ જાહેર કરેલ નિયત કાર્યક્રમ મુજબ તા. ૧૦ મેં થી તા. ૨૫ મેં દરમ્યાન લેવામાં આવશે જેની શાળાના આચાર્યો, વાલીઓ અને વિદ્યાર્થીઓએ નોંધ લેવા જણાવ્યું છે.