જુદા જુદા ચાર ભાગમાં સાયકલિંગ ઇવેન્ટ યોજવામાં આવશે જે સવારે 6 30 વાગ્યે બાપા સીતારામ ચોક થી શરૂ થશે અને બપોરે પૂર્ણ થશે : મેડિકલ અને સાવચેતી સાથે યોજાશે સાયકલ ઇવેન્ટ.
મોરબીમાં આગામી તા.07ના સવારના 6 30 થી લઈને બપોર સુધીમાં સાયકલિંગ ઇવેન્ટ નું આયોજન સાયકલો ફિટ કલબ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોરબીના લોકો આ ઈવેન્ટમાં ફ્રી રજીસ્ટ્રેશન કરાવી શકશે જેમાં જુદા જુદા ચાર વિભાગમાં આ ઇવેન્ટ યોજવામાં આવશે જેમાં 5 કિમિ,10 કિમિ ,25 કિમિ અને 50 કિમિ એમ ચાર પાર્ટમાં આ આયોજન કરવામાં આવ્યું છે જે બાપા સિતારામ ચોકથી શરૂ થઈ જુદા જુદા માર્ગો જે મોરબીની આજુબાજુના છે તેના પર ફરશે 150 લોકો દ્વારા ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે જેમાં બાળકો મહિલાઓ પુરુષો અને વૃદ્ધ જે લોકો ફિઝિકલ સ્વસ્થ હશે તે ભાગ લઈ શકશે આ સાથે જ એક મેડિકલ ટિમ એક પોલીસની ટિમ પણ આ ઈવેન્ટ પૂર્ણ થાય ત્યાં સુધી હાજર રહેશે સાથે જ આ ઇવેન્ટ માં પેટ્રોલની અવેજીમાં ફાયદો અને ટ્રાફિક તેમજ પ્રદુષણ અને સ્વાસ્થ્ય માટેના ફાયદાઓ લોક જાગૃતિ માટેનો આ ઇવેન્ટ નો મુખ્ય ધ્યેય છે.આ ઇવેન્ટમાં મોરબી સીરામીક એશો.પ્રમુખ નિલેશ જેતપરીયા, વિજય ગઢયા સહિતના આગેવાનો હાજર રહેશે સાથે જ આ સાયકલો ફિટ કલબ મોરબીમાં ભાગ લેવા ઇચતા લોકો 7600010255 પર પોતાનું નામ અને રજિસ્ટ્રેશન કરાવી શકે તેમ છે આ સાથે જ આ કલબમાં જોઈન્ટ થવા તેમજ ભાગ લેવા કોઈ ફી રાખવામાં આવી નથી તેવું સાયકલો ફિટ કલબ મોરબી દ્વારા પત્રકાર પરિષદ યોજી જણાવ્યું છે સાથે જ મોરબી સીરામીક એશો.પ્રમુખ નિલેશ જેતપરિયા એ પણ લોકોને આ ઇવેન્ટ માં વધુમાં વધુ ભાગ કરવા અપીલ કરી છે.