ડૉ. હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ સૌરાષ્ટ્ર પ્રાંત તથા વેદમાતા ગાયત્રી પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ફિલ્ડ માર્શલ બ્લડ બેંક રાજકોટના સહયોગથી ગાયત્રી કોવિડ કેર સેન્ટર વાંકાનેર ખાતે તા.૯ને રવિવારનાં રોજ બ્લડ ડોનેશન તેમજ પ્લાઝમા ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે ૧૦ વાગ્યાથી શરૂ થનાર આ કેમ્પમાં કોવિડથી સ્વસ્થ થઈ ગયેલા દર્દીઓ પોતાનું પ્લાઝમા ડોનેટ કરી શકે છે. આ ઉપરાંત આ સ્થળે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ઉપરોક્ત કેમ્પ બાબતે વધુ જાણકારી માટે હિરેન પારેખ (9227821999), પ્રજ્ઞેશભાઈ પટેલ (9825222855), ચેતનભાઈ ગોસ્વામી (9723360666) અને રાહુલ જોબનપુત્રા (9265066096) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.