મોરબી જીલ્લાના આરોગ્ય વિભાગના આઉટસોર્સ કર્મચારીઓ તરીકે કામ કરતા આરોગ્યકર્મીઓએ પગાર વધારા માટે આવેદન આપ્યું હતું અને ઓછા પગારને લઈને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.
જિલ્લામાં આરોગ્ય ક્ષેત્રે કાર્યરત આઉટસોર્સ કર્મચારીઓએ નિયમ મુજબ પગાર ચૂકવવા મામલે ડી.ડી.ઓ. તથા જિલ્લા કલેકટરને આવેદન આપી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. અપૂરતો પગાર તેમજ કામમાં શોષણને લઈને આ આવેદન આપવામાં આવ્યું હતું. સરકારની કોવિડ-19ની ગાઈડલાઇન્સ અનુસરતા 250 જેટલા આરોગ્યકર્મીઓએ વિશાળ મેદાનમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવી, માસ્ક પહેરી પોતાનો વિરોધ વ્યક્ત કરી આવેદન પાઠવ્યું હતું.