Friday, January 10, 2025
HomeGujaratવાંકાનેરના પંચાસિયા ગામ રૂ. ૮૦ લાખની વીજ ચોરી ઝડપાઇ

વાંકાનેરના પંચાસિયા ગામ રૂ. ૮૦ લાખની વીજ ચોરી ઝડપાઇ

વાંકાનેર : વાંકાનેરના પંચાસીયા ગામે આવેલ પટેલ ફ્યુઅલમાં જીયુવીએનએલની વિજિલન્સ ટિમ દ્વારા દરોડો પાડી રૂ. ૮૦ લાખની વીજચોરી ઝડપી લેવામાં આવતા વિજચોરોમાં ફફડાટ વ્યાપી ગયેલ છે.

- Advertisement -
- Advertisement -

વડોદરા જી.યુ.વી.એન.એલ વિજીલન્સ વિભાગની ટીમો દ્વારા સ્થાનીક નાયબ ઇજનેરને સાથે રાખી અનુપમસીંઘ ગહલોત, આઇ.પી.એસ ADGP(S), અને એચ.આર.ચૌધરી IPS, JEDની સુચનાથી વાંકાનેરના પંચાસીયા ગામે પી.જી.વી.સી.એલના અંતરીયાળ ઔદ્યોગીક વીજજોડાણ “પટેલ ફ્યુઅલ” માં ચેકીંગ રેઇડ કરવામાં આવેલ હતી. જ્યાં ૯૦ હોર્સ પાવરના વીજ જોડાણમાં ટ્રાન્સફોર્મરથી ડાયરેક્ટ કેબલ નાખી મીટર બાયપાસ કરતા રંગે હાથ પકડી પાડવામાં આવેલ તેમજ સ્થાનીક વાંકાનેર નાયબ ઇજનેર દ્વારા રૂ. ૮૦ લાખનું પાવર ચોરીનું બીલ આપવાની કાર્યવાહી કરવામાં આવેલ છે.

નોંધનીય છે કે રાજાવડલા ગામમાં નજીકના ભુતકાળમાં બે ઔદ્યોગિક વિજ-જોડણોમાં ૧ કરોડની વિજ ચોરી વડોદરાની ટીમો દ્વારા પકડવામાં આવેલ તેમજ હાલ પણ જે આ વિજ-ચોરી ઓધૌગીક જોડાણમાં પકડાયેલ તેનાથી વિજ-ચોરોમાં ફફડાટ ફેલાવા પામેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!