બનાવની ટંકારા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી રાજકોટ હાઈવે ઉપર ટંકારાના વિરપર નજીક વિરાટ હોટલ પાસે આવેલ સ્કાય પેકેજીંગમાં રહેતી યોગીતાબેન રાહુલભાઇ ટુડીયા (ઉ.વ.૨૨) નામની પરિણીતાએ ગઈકાલે પોતાના ઘરે કોઈ કારણોસર ચુંદડી વડે પોતાની જાતે ગળેફાંસો ખાઈ જતા બેભાન અવસ્થામાં ક્રિષ્ના હોસ્પિટલ મોરબી ખાતે સારવાર અર્થે ખસેડાઇ છે. આ પરિણીતાનો લગ્ન ગાળો એક વર્ષનો છે અને તેમને કોઈ સંતાન નથી. આ બનાવની ટંકારા પીએસઆઇ એ.વી.ગોંડલીયાએ પ્રાથમિક તપાસ કર્યા બાદ આગળની વધુ તપાસ નાયબ પોલીસ અધિક્ષક ચાલવી રહ્યા છે.