માળીયા મિયાણાં તાલુકાના જુનાઘાટીલા ગામેં આવેલ જિગ્નેશભાઈ પટેલની વાડીએ રહેતા સવિતાબેન પ્રવિણભાઈ નાયકા નામની ૩૦ વર્ષની પરિણીતા ગત તા.-૧૭/૦૩/૨૦૨૨ના સવારનાં આઠેક વાગ્યે અરશાંમાં પોતાની વાડીએ ચા બનાવતાં હતાં. આ દરમિયાન અકસ્માતે વસ્ત્રો ચુલાની આગમાં આવી જતાં ગંભીર રીતે દાઝી ગયા હતા જે અંગે જાણ થતાં તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ જેતપર સરકારી હોસ્પીટલ ખાતે ખસેડાયા હતા. ત્યારબાદ વધુ સારવારની જરૂર જણાંતા મોરબીની સરકારી હોસ્પિટલ પ્રાથમિક સારવાર કરાવી ત્યાથી વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલમાં સારવારમા લઈ જવાય હતા જેમાં ફરજ પરના તબીબે તેણીને મૃત જાહેર કરતા પોલીસે અપમૃત્યુની નોંધ કરી કાર્યવાહી હાથ ધરી છે.