મોરબી તાલુકાના નવા જાંબુડીયા ગામે ૩૨ વર્ષીય યુવકે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. ત્યારે યુવકને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો, જ્યાં તબીબે તેને જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે.
મોરબી તાલુકાના નવા જાંબુડીયા ગામે રહેતા નિલેશભાઈ ધિરૂભાઈ સારલા ઉવ.૩૨એ ગઈકાલ તા.૨૫ મેના રોજ કોઈપણ કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. બનાવની જાણ થતાં પરિવારજનોએ તેમને તાત્કાલિક મોરબી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી યુવકને મૃત જાહેર કર્યો હતો. મૃત્યુના બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અ.મોત રજીસ્ટર કરી વધુ તપાસ મકનસર ચોકીના પોલીસ હેડ કોન્સ્ટેબલ બી.જી. દેત્રોજાને સોંપવામાં આવી છે.






