માળીયા(મી) ના બગસરા ગામે કામ કરવા ગયેલ પીજીવીસીએલ ના કર્મચારી કલ્પેશભાઈ મનજીભાઈ પાંડવ (ઉ.વ.૪૦ રહે.હાલ હળવદ સોની વાળ મુ. રહે.લીમડા તા.વિજય નગર જી.સાબરકાંઠા) વાળાને બે શખ્સો સુધીરભાઈ વલ્લભભાઈ કોળી અને પપુભાઈ જેરામભાઈ કોળી (રહે.બન્ને બગસરા) વાળાએ કામ પૂરું કરીને જવાનું કહીને ઓન ડ્યુટી રહેલા પીજીવીસીલ ના કર્મચારીને માર મારી ફરજમાં રુકાવટ કરી હતી જેથી કર્મચારી કલ્પેશભાઈ દ્વારા બન્ને શખ્સો વિરુદ્ધ માળીયા(મી) પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.









