રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મડળ(NALSA), નવી દિલ્હી તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદનાં માર્ગ દર્શન હેઠળ મોરબી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ નાં ઉપક્રમે જિલ્લા ન્યાયાલય મોરબી તથા તેના તાબા હેઠળ આવેલા વાંકાનેર, હળવદ, ટંકારા અને માળીયા (મી.) ખાતે આગામી તા.૧૨/૧૨/૨૦૨૦નાં રોજ ઇ-લોક અદાલત નું આયોજન કરવામાં આવ્યુ છે.
આ ઇ-લોક અદાલત માં મોટર વાહન અધિનિયમ – ૧૯૮૮ અંતર્ગત અકસ્માત ને લગતા કેસો (MACP મેટર્શ), ફોજદારી સમાધાન ને લગતા કેસો, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ ની કલમ – ૧૩૮ નાં કેસો, લગ્ન સંબંધી ફેમીલી કેસો, મહેસૂલના કેસો, ભરણપોષણ નાં કેસો, એલ.એ. આર. નાં કેસો, હિંદુ લગ્ન ધારો, મજૂર અદાલત નાં કેસો, દિવાની દાવા જેવા કે ભાડાનાં, બેંકના વિગેરે વીજળી તથા પાણી નાં (ચોરી સિવાયનાં) કેસો સમાધાન માટે મુકી શકાય.
આ ઇ-લોક અદાલત માં પક્ષકારો વકીલોએ કોવિડ-૧૯ નાં કારણે અદાલત માં હાજર રાખ્યા વગર વિડિયો કોન્ફરન્સ નો મહત્તમ ઉપયોગ કરવાનો રહેશે.
પક્ષકારો એ ઇ-લોક અદાલત દ્વારા વિવાદોનું ઝડપી અને સંતોષકારક રીતે સમાધાન કરવા માટે આ અંગેની વધુ જાણકારી મેળવવી હોય તો તે જે તે અદાલત નો અથવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય મોરબી, તથા તાલુકા કક્ષાએ તાલુકા કાનૂની સેવા સમિતી નો ફોન ઉપર સંપર્ક કરવાનો રહેશે.