Friday, April 26, 2024
HomeGujaratછેડતીનાં ગુનામાં ૬ વર્ષથી નાસતો ફરતો આરોપી મોરબીથી પકડાયો

છેડતીનાં ગુનામાં ૬ વર્ષથી નાસતો ફરતો આરોપી મોરબીથી પકડાયો

બોટાદ જીલ્લાનાં બરવાળા પોલીસ સ્ટેશનનાં છેડતીનાં ગુનામાં છેલ્લા ૬ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડ

- Advertisement -
- Advertisement -

મોરબી પોલીસ અધિક્ષક એસ. આર. ઓડેદરા ની સુચના મુજબ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા એલસીબી પીઆઈ વી. બી. જાડેજાનાં માર્ગદર્શન હેઠળ એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડ ની ટીમ કાર્યરત હોય તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડનાં પો.હેડ. કોન્સ. ચંદ્રકાન્તભાઈ વામજા તથા પો. કોન્સ. નીરવભાઈ મકવાણા ને ખાનગી રાહે મળેલ હકીકત આધારે બોટાદ જીલ્લાનાં બરવાળા પો.સ્ટે.નાં છેડતીનાં ગુનામાં નાસતો ફરતો આરોપી કમલેશ ઉર્ફે રાજુ માધુભાઈ કાવીઠીયા (ઉ.વ. ૨૭) રહે. હાલ રંગપર જેતપર રોડ પાવળીયારી કેનાલ ઉપર ઝૂંપડામાં તા. જી. મોરબી, મુળ રહે. રોજીત તા. બરવાળા જી. બોટાદ વાળાને આજરોજ પાવળીયારી કેનાલ પાસેથી પકડી પાડી આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને સોંપી બરવાળા પો. સ્ટે. ને જાણ કરેલ છે.

આ સફળ કામગીરીમાં એલસીબી પીઆઈ વી. બી. જાડેજા, પો.સ.ઈ. એન. બી. ડાભી, એએસઆઈ હિરાભાઇ ચાવડા, પો.હેડ.કોન્સ. ચંદ્રકાન્તભાઈ વામજા, જશવંતસિંહ ગોહિલ, રસિકભાઈ ચાવડા, ચંદુભાઈ કાણોતરા, પો.કોન્સ. દશરથસિંહ પરમાર, નીરવભાઈ મકવાણા, જયેશભાઈ વાઘેલા, બ્રિજેશભાઈ કાસુન્દ્રા, સહદેવસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, આશીફભાઈ ચાણક્યા સહિતનાઓ રોકાયેલા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!