આજે PM મોદીનો 70 મો જન્મદિવસ છે ત્યારે ઠેર ઠેરથી લોકો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે જેમાં વાંકાનેર વાદી વસાહત ના લોકો નરેન્દ્ર મોદીને ભગવાન માને છે અને તેની પૂજા કરે છે આજે PM મોદીના જન્મદિવસ પર બાળકો અને ગાયોને ભોજન કરી જન્મદિવસ ઉજવ્યો હતો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાત ના મુખ્યમંત્રી હતા એ સમયે વાદી જ્ઞાતિ ના લોકો ને રહેવા માટે મકાન અને બાળકોને ભણાવવા માટે શાળા બનાવી આપી હતી જેમાં આજે આ વાદી કોંમના ૨૫૦ રથી વધુ પરિવારના લોકો વડાપ્રધાન નરેડરમોદીનું મંદિર બાંધી અને તેની પૂજા અર્ચના કરી રહ્યા છે છેલ્લા પંદર વર્ષથી આ મંદિર બાંધી નરેન્દ્રમોદી ની પૂજા કરી રહ્યા હોવાનું વાદી જ્ઞાતિના લોકોએ જણાવ્યું હતું
વાદી જ્ઞાતિના આગેવાન આનંદગીરી જણાવ્યા મુજબ વર્ષ 2005 માં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે અમને શાળામાં બાળકોને ભણાવવા આપો એટલે હું તમને બધાને રહેવા માટે મકાન આને પાણી વીજળી આપું બાદમાં આ શરત સાથે વાદી જ્ઞાતિના લોકો સહમત થતાં તમામને રહેવા માટે મકાન અને પાણી તેમજ વીજળી પુરી ઓળી હતી અને શાળા પણ બધી દીધી હતી
જો કે ત્યાંના રહેવાસી કુવરનારથ વાદીના જણાવ્યાં અનુસાર હાલમાં વાદી જ્ઞાતિના લોકો દ્વારા નરેન્દ્ર મોદીનું મંદિર બધી છેલ્લા પંદર વર્ષથી પૂજા અર્ચના કરી રહ્યા છે અને આ મંદિરમાં મોદીના દર્શન કર્યા બાદ જ બાળકો શાળામાં પ્રવેશ કરે છે આગામી સમયમાં આ મંદિર મોટું બાંધવામાં આવનાર છે
વાદી વસાહતમાં રહેતા અને ત્યાંજ બનાવેલી શાળામાં અભ્યાસ કરી ચૂકેલા ભૂતપૂર્વ વિદ્યાર્થી ચેતન બામાણિયાના જણાવ્યાં અનુસાર વાદી વસાહતમાં તમામ સુવિધાઓ આપવામાં આવી છે વાદી સમાજના બાળકો શિક્ષણ તરફ આગળ વધે એ માટે પણ PM મોદી મુખ્યમંત્રી હતા ત્યારે ઘણા પ્રયત્નો કર્યા હતા જે હજુ તેની સાક્ષી પુરી રહ્યા છે ત્યારે ઘણા પરિવાર ના બાળકોએ સરકારી નોકરી પણ મેળવી છે અને અન્ય ખાનગી નોકરી કરી રહ્યા છે જો વાદી સમાજને નરેન્દ્ર મોદી દ્વારા રહેવા અને ભણવાની સુવિધાઓની ભેટન આપવામાં આવી હોત તો કદાચ આજે પણ અમે પૂર્વજોનો ધંધો કરી નાગ અને પશુઓ સાથે જ જીવન નિર્વાહ કરી રહ્યા હોત પરંતુ આજે PM નરેન્દ્ર મોદી દ્વારા વાદી સમાજની તકલીફો સમજી તેને જરૂરિયાત પૂરી પાડી એ બદલ વાદી સમાજ તેનો આભારી છે અને આજે PM નરેન્દ્ર મોદીના 70 માં જન્મદિવસ પર તેઓના દીર્ઘાયુ અને સ્વસ્થ આરોગ્ય માટે ઈશ્વર પ્રાર્થના કરી શુભેચ્છાઓ પાઠવે છે.