હળવદ તાલુકાના ચાડધ્રા ગામની સીમમાં રહેતા પરપ્રાંતીય યુવાને ઝેરી દવા પી જીવતરનો અંત આણી લીધો હોવાનૂ પોલસી સમક્ષ જાહેર થવા પામ્યું છે.
ચાડધ્રા ગામે જગાભાઇ નામના ખેડૂતની વાડીમા રહી મજૂરી કામ કરતા અર્જુન આપસીંગ રાઠવા નામના 19 વર્ષીય આદિવાસી યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરી લીધો હતો. જેની પરિવારજનોને જાણ થતા ગંભીર હાલતમાં તાત્કાલિક મોરબી સરકારી હોસ્પીટલ ખાતે ખસેડાયા હતા જ્યા ફરજ પરના તબીબે યુવાનનું મોત નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. જેને લઈને પોલીસે અપમૃત્યુની નોંધ કરી કાર્યવાહી આગળ ધપાવી છે.